ટંકારા : ટંકારા શહેરમાં પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરા ઝડપી લેવા કાર્યવાહી ચાલુ રાખી અલગ અલગ બે કાર્યવાહીમા 6 ફીરકી સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં પ્રથમ કાર્યવાહીમાં લતીપર ચોકડી પાસેથી આરોપી સદામ કરીમભાઈ શેખને 500 રૂપિયાની કિંમતની એક ચાઈનીઝ દોરાની ફીરકી સાથે પકડી પાડ્યો હતો. જ્યાંરે બીજા બનાવમાં પોલીસે લતીપર ચોકડીએ સંજરી સિઝન સ્ટોરમાંથી આરોપી ગફારભાઈ કાસમભાઈ ભૂંગરને ચાઈનીઝ દોરાની 5 ફીરકી કિંમત રૂપિયા 2500 સાથે ઝડપી લઈ કાનૂની કાર્યવાહી કરી હતી.