વાંકાનેરના થાન રોડ ઉપર સાબુની દુકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યુંવાકાનેર : વાંકાનેરના થાન રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્સમા તસ્કરોએ ખાતર પાડી 1000 કિલોગ્રામ સાબુ અને વજન કાંટા સહિત રૂપિયા 34,880ની ચોરી કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના થાન રોડ ઉપર આવેલ નવા કોમ્પ્લેક્સમા તસ્કરોએ સુરેશભાઈ કાળુભાઇ રાઠોડની સાબુની દુકાનમાં ખાતર પાડી 1000 કિલોગ્રામ સાબુ કિંમત રૂપિયા 18,880 અને રૂપિયા 16000ના વજન કાંટા સહિત રૂપિયા 34,880ની ચોરી કરતા બનાવ અંગે વાંકનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.