ગઈકાલે આગની અલગ અલગ ત્રણ ઘટના અને પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિને શોધવા ફાયર ટીમે 14 કલાક મહેનત કરીમોરબી : મોરબી ફાયર બ્રિગેડ માટે ગઈકાલે શુક્રવારનો દિવસ સતત દોડધામ વાળો રહ્યો હતો. ગઈકાલે ફાયર ટીમે 14 કલાકની જહેમત બાદ પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિનો મૃતદેહ શોધી કાઢી આગની ત્રણ અલગ અલગ ઘટનાઓમાં આગ બુઝાવી હતી.મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જવાનોએ ઘુંટું નજીક પસાર થતી મોટી કેનાલમાં ડૂબી ગયેલ કચ્છ ભુજના વતની ડ્રાઈવર શકુરબસલ રાયસી ઉ.22નો મૃતદેહને 14 કલાકની શોધખોળને અંતે કેનાલમાંથી બહાર કાઢ્યો હતો.જ્યારે ગઈકાલે બપોરે સાડા ચારેક વાગ્યાના અરસામાં અનુપમ સોસાયટી નજરબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર ઈલેક્ટ્રીક લાઇટનાં ટીસીમાંથી તણખા ઝરતા કચરામા આગ લાગતા આગ બુઝાવી હતી.જ્યારે ત્રીજી ઘટનાનમાં રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં સામાકાંઠે માળિયા ફાટકથી આગળ ઉમિયા હોટલની પાછળ મામદભાઈ આદમભાઈ મોવરનાં કવાટર્સમા આગ લાગતા એક રૂમનો સામાન બળીને ખાખ થઈ ગઈલ બીજા રૂમનો સામાન ફાયર ટીમએ સહીસલામત બચાવેલ સાથે એક ગેસનો બાટલો બહાર કાઢેલ અને આશરે 28000ના કિંમતના 2 મોબાઈલ અને વૉલેટ આગનાં સમયે જ બહાર કાઢી લીડિંગ ફાયરમેન જયેશ ડાકી અને ફાયર સ્ટાફએ માલિકને સોંપેલ હતા.આ ઉપરાંત રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં વાવડીરોડ પર સ્વસ્તિક સોસાયટીમાં વાડામાં પડેલ GJ-01- DN- 7503 નંબરના બાઈકમાં આગ લાગતાં ત્યાં બાજુમાં જ ગેસના બાટલા સ્ટોર કરેલ મળી આવતા ફાયર ટીમની સમય સુચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.