મોરબી : સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે ભારતભરમાં 'રાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ રમોત્સવનું આયોજન રફાળેશ્વર ખાતે આદર્શ નિવાસી શાળામાં ગોઠવવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓ મેદાનમાં જઈ રમતો રમવી શારીરિક શક્તિનો વિકાસ થાય તે માટે વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ રમતઉત્સવમાં ભારતની પરંપરાગત પ્રાચીન રમતોની હરીફાઈ કરવામાં આવી. જેમાં રસ્સાખેચ, ગીલી ડંડા, સંગીત ખુરશી, સાતોડિયું, લંગડી, લીંબુ ચમચી, જેવી વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું. ધોરણ 9- 10 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. અંતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આદર્શ નિવાસી શાળાનો આભાર માનવામાં આવ્યો. શાળાના આચાર્ય પી.જી. ઉકાણી બેને પણ આભાર વ્યક્ત કર્યો હતો.