પ્રભાતફેરીની પરંપરા જાળવી અબોલજીવોની કરાતી સેવાહળવદ : હળવદ શહેરના કણબીપરા વિસ્તારમાં આવેલ રામજીમંદિરથી રાધાકૃષ્ણ મંદિર, બાલા હનુમાનથી મહાદેવનગર સુધી વડીલો દ્વારા જૂની પરંપરા જાળવી રાખી છેલ્લા 30 વર્ષથી પ્રભાતફેરી કરવામાં આવે છે.વહેલી સવારે કર્ણપ્રિય સ્વરમાં હરીનામ જપવાની સાથે વડીલો દ્વારા અનોખો સેવાયજ્ઞ પણ ચલાવવામાં આવે છે. જેમાં દાણા અને રોટલી, રોટલા ત્યાંની સ્થાનિક માતાઓ બહેનો સ્વૈચ્છીક આપી જાય છે અને આ રોટલી,રોટલા વાડી વિસ્તારના શ્વાનો ખવડાવવામાં આવે છે. તેમજ જે ઘઉં અને જે વસ્તુ મળે છે તેમાંથી લાપસી,સુખડી બનાવીને વાડી વિસ્તારના ગાય અને શ્વાનને ખવડાવવામાં આવે છે.આ સાથે જ ઘણા લોકો પૈસા આપે છે તેમાંથી પણ લાપસી, સુખડી બનાવવામાં તેલ, ઘી જે ઉપયોગ થાય છે તેમાં વાપરવામાં આવે છે. તેનું સમગ્ર સંચાલન દિનેશભાઈ પારેજિયા કરે છે. આ વિસ્તારમાં ચાલતી પ્રભાતફેરીમાં જતા લોકોનું હળવદના પાટિયા ગ્રુપ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું જેમાં ઘનશ્યામભાઈ દલવાડી, પ્રેમજીભાઈ પારેજીયા, દિનેશભાઈ પારેજીયા, સુરેશભાઈ પારેજીયા, રમેશભાઈ ગોઠી, સંજયભાઈ પારેજીયા, મનનભાઈ પારેજીયા તેમજ અનામી સેવાભાવી વ્યક્તિ ઓ અને વડીલોને બહુમાન અપાયું હતું.