મોરબી : મોરબી તાલુકા યુવા ભાજપ દ્વારા મકરસંક્રાંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તહેવાર નિમિત્તે ગરીબ બાળકોને પતંગ, દોરી તથા લાડવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં તાલુકા યુવા ભાજપ પ્રમુખ પીન્ટુ સોરીયા, મહામંત્રી દિલીપભાઈ, ઉપપ્રમુખ ભાવેશભાઈ, કિશનભાઈ, મંત્રી રવિભાઈ, ઘનશ્યામભાઈ, જયભાઈ તેમજ એસએમના ઈન્ચાર્જ મયુરભાઈ હાજર રહ્યા હતા. આ રીતે અનોખી ઉજવણી કરી યુવા ભાજપ દ્વારા સમાજને પ્રેરણા પૂરી પાડી હતી.