મોરબી : મોરબીની દિવ્યાંગ બાળકોની શાળા એટલે કે મા મંગલમૂર્તિ શાળાના વિદ્યાર્થીઓએ ધાર્મિક સ્થળોના પ્રવાસ દરમિયાન રામાયણના પાત્રોની વેશભૂષામાં સજ્જ થઈને કાર્યક્રમો રજૂ કર્યા હતા.મા મંગલમૂર્તિ શાળાના દિવ્યાંગ બાળકોને તિથવા સહિતના ધાર્મિક સ્થળોએ પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. આ પ્રવાસમાં દિવ્યાંગ બાળકોએ રામાયણના પાત્રોમાં વેશભૂષાથી સજ્જ થઈને નાટક, ધુન, હનુમાન ચાલીસા જેવા કાર્યક્રમો રજૂ કરીને હર્ષોલ્લાસ સાથે પ્રવાસની મજા માણી હતી. દરેક દિવ્યાંગ બાળકોને ગોપી ગારમેન્ટસ તરફથી એક એક જોડી કપડાં આપવામાં આવ્યા હતા. હંસરાજ બાપાના પરિવારે દિવ્યાંગ બાળકોને, શાળાના સ્ટાફને અને દિવ્યાંગ બાળકો સાથે આવેલા વાલીઓને પ્રેમ ભર્યા સ્વાગત સાથે ખૂબ સરસ રીતે ભોજન કરાવ્યું હતું. દિવ્યાંગ બાળકો, તેમના માતા પિતા અને શાળાના સમગ્ર સંચાલક મંડળે હોંશભેર કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.