સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રતિભા સન્માન સમારોહ યોજાયોમોરબી : મોરબીના કડવા પાટીદાર કન્યા શૈક્ષણિક સંકુલ ખાતે ગઈકાલે તારીખ 12 જાન્યુઆરી ને શુક્રવારના રોજ કલરવ 2024 કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રતિભા સન્માન સમારોહ યોજાયો હતો.કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ કેમ્પસ ખાતે 12 જાન્યુઆરી ને શુક્રવારે સાંજે 7 થી 11 વાગ્યા દરમિયાન કલરવ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રતિભાને પોંખવા અને પ્રોત્સાહિત કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રતિભા સન્માન સમારોહ યોજાયો હતો. સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જયંતિભાઈ કવાડીયા, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા, પૂર્વ કલેક્ટર બી.એચ. ઘોડાસરા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, કલેક્ટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ચીફ ઓફિસર સુશીલભાઈ પરમાર, રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી એન.વી. રાણીપા, જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતા, એલસીબીના પીઆઈ દિપકભાઈ ઢોલ, ઓરપેટ ગ્રુપના નેવિલભાઈ ભાલોડિયા, ઓરેવા ગ્રુપના ચિંતનભાઈ ભાલોડિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ હનુમાન ચાલીસા, મહાભારત, લોકનૃત્ય, મહિલા સશક્તિકરણ સહિતના કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.