કાતિલ દોરીથી ઘવાયેલા પક્ષીઓ અને રસ્તે નીકળતા લોકોને તાત્કાલિક સારવાર માટે હરતી ફરતી એમ્બ્યુલન્સ, વિવિધ સંસ્થાઓ પણ ખડેપગે રહેશેતલ, મમરાના લાડુ, શિંગ, દાળિયાની વિવિધ ચીકી, શેરડી, બોર, ઝીઝરા અને ખાસ કરીને ઉંધીયાની જયાફત ઉડશેમોરબી : અબાલ વૃદ્ધ સહિત સૌના પ્રિય એવા મોજીલા ઉતરાયણ પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે ત્યારે મોરબીમાં આજે ઠેર- ઠેર પતંગ અને દોરીની ધૂમ ખરીદી થઈ રહી છે. બીજી તરફ પક્ષીઓની સુરક્ષા માટે કરુણા અભિયાન શરૂ કરી ઘાયલ પક્ષીઓ તેમજ રસ્તે નીકળતા લોકોની સારવાર માટે વિવિધ સંસ્થાઓ, હોસ્પિટલો અને પશુ ડોક્ટરો તેમજ કરુણા હેલ્પલાઈન અને ફોરેસ્ટ વિભાગ પણ ખડેપગે થઈ ગયો છે.આવતીકાલે ઉતરાયણ હોય શહેરની મુખ્ય બજારથી લઈને શેરી ગલી સહિતની તમામ વિસ્તારોમાં પતંગ અને દોરીનો મોટા જથ્થા સાથે ધમધમી ઉઠેલા સ્ટોલો અને મુખ્ય માર્કેટ સહિત જ્યાં જુઓ ત્યાં પતંગ અને દોરીની ખરીદી માટે ભીડ જામી છે. પતંગમાં કાગળ અને પ્લાસ્ટિકમાં નવી વેરાયટીઓ આવી છે. એજ રીતે દોરી પણ વિવિધ પ્રકારની મજબૂત અને એકબીજાથી ચડિયાતી જોવા મળે છે. સ્ટોલમાં કાચ, સાબુદાણા અને કલરથી દોરી પાઈને મજબૂત બનાવવાનું કામ પણ જોરશોરથી છેલ્લી ઘડી સુધી ચાલુ રહ્યું છે. ઉતરાયણ પહેલા જ આકાશમાં પતંગો ઊડતી જોવા મળી રહી છે. જો કે ચાઈનીઝ તુંકકલ અને દોરીની મનાઈ હોવાથી બજારમાં આ વસ્તુઓ ક્યાંય જોવા મળતી નથી.દરમિયાન મોરબી જિલ્લામાં ઉત્તરાયણ નિમિતે કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓને બચાવવા માટે કામગીરી અંગે જિલ્લાના મુખ્ય પશુપાલન અધિકારી એન.જે.ફળદુંએ જણાવ્યું હતું કે, જિલ્લાના પાંચેય પશુ દવાખાનામાં પશુ ડોક્ટરો સહિતના સ્ટાફને જવાબદારી સોંપી ઘાયલ પક્ષીઓની ચિકિત્સાની તમામ તૈયારીઓ કરી કંટ્રોલ રૂમ શરૂ કરી તેમજ ઇમરજન્સી સેવા માટે 1950 કરુણા હેલ્પલાઇન એમ્બ્યુલન્સ આખા જિલ્લામાં દસ દિવસ સુધી ફરતી રહેશે.તેમજ પશુ વિભાગ દ્વારા 6 પશુ ડોક્ટર અને નિરીક્ષકને જવાબદારી સોંપી દેવામાં આવી છે.આ ઉપરાંત વન વિભાગ દ્વારા પણ સમગ્ર ફોરેસ્ટ ટીમનું સંકલન કરી રેન્જ ફોરેસ્ટ ઓફીસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરી ઉત્તરાયણમ ઇમરજન્સી કામગીરી કરવા આખી ફોરેસ્ટ ટીમ ખડેપગ રહેશે.પક્ષી અને પશુઓનીઇમરજન્સી સારવાર માટે હેલ્પલાઇન યદુનંદન ગૌશાળા, મોબાઈલ નંબર 96381 35635, 98252 13114 ઉપર સંપર્ક કરી શકાશે. જ્યારે ઉત્તરાયણમાં દાન પુણ્ય માટે લોકો પશુઓને વિવિધ આહાર વધુ ખવડાવતા હોવાથી પશુઓની તબિયત લથડતી હોય પશુઓને જરૂર પૂરતો આહાર આપી બીજો આહાર ગૌશાળાને સોંપી દેવાનું તેમણે જણાવ્યું હતું.મોરબીમાં ઉતરાયણ પર્વ નિમિત્તે શેરડી, બોર, ઝીઝરા, તલ, મમરાના લાડુ, વિવિધ જાતની ચીકી ખાવાની વર્ષોથી પરંપરા હોવાથી બજારમાં આ તમામ ચીજવસ્તુઓ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત પરંપરાગત ખીચડાનું સ્થાન ઉંઘીયાએ લઈ લેતા આ વખતે ઠેરઠેર હોટલથી માંડીને દુકાનોમાં સ્પે. ડિસ્કાઉન્ટ સાથે ખાસ પ્રકારનું ઊંધિયુંનો મોટા સ્ટોક ઉપલબ્ધ કરવાની તૈયારી ચાલી રહી છે. જેમ જેમ ઓર્ડર મળતા આ ઊંધિયું બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. મોટાભાગના લોકો ઉતરાયણમાં તૈયાર ઊંધિયું જ ખરીદતા હોવાથી આ વખતે પણ ઉંઘીયાની મોટી ડિમાન્ડ નીકળશે.બીજી બાજુ દાન પુણ્યનો પણ મહિમા હોવાથી લોકો ગાયોને ઘાસચારો અને અન્નનું દાન કરશે. જો કે વધુ અન્ન ખાવાથી ગાયોને આફરો ચડી જતો હોય પર્યાપ્ત માત્રામાં જ દાન કરવાની અપીલ કરાઈ છે. ઉપરાંત દરેક ઘરે બાળકોને પ્રસાદી રૂપે શેરડી, બોર, જીંજરા, તલ, મમરાના લાડુ, વિવિધ જાતની ચીકી વહેચવામાં આવશે. જ્યારે ઉતરાયણમાં કાતિલ દોરીથી પક્ષીઓ તેમજ રસ્તે લોકોને પણ ઇજા થતી હોય વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ સરકારની કરુણા હેલ્પલાઇન શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર કરવામાં આવશે.ઉત્તરાયણ નિમિત્તે કરૂણા અભિયાન અંતર્ગત પશુ-પક્ષીઓની સારવાર માટે કરુણા સેન્ટર અને કંટ્રોલ રૂમની યાદીકંટ્રોલ રૂમની યાદીમોરબી- મો.નં. 9537997691માળીયા (મિ.)- મો.નં. 9099894436ટંકારા- મો.નં. 9898227538હળવદ- મો.નં. 8780622267વાંકાનેર- મો.નં. 9033600008મોરબી કરુણા સેન્ટરોની યાદી નીચે મુજબ છે.પશુ દવાખાનું, જેલ રોડ, મોરબી (સમય સવારે 7 થી સાંજે 6)તારીખ 10 થી 15 જાન્યુઆરી સુધી ફરજ પર રહેનાર ડોક્ટરના નામ- ડો. એન.ડી. ભાડજા (મો.નં. 9909414264), આર.એસ. જાકાસણીયા (મો.નં. 9426852737), જે.બી. અઘારા (મો.નં. 9825389840)તારીખ 16 થી 20 જાન્યુઆરી સુધી ફરજ પર રહેનાર ડોક્ટરના નામ- ડો. એન.ડી. ભાડજા (મો.નં. 9909414264), બી.એ. પટેલ (મો.નં. 9825423521), એ.એલ. આદ્રોજા (મો.નં. 9925975072)1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ સર્વિસ, સામાકાંઠે, કેસરબાગ નજીક, મોરબી (સમય સવારે 7 થી સાંજે 6)તારીખ 10 થી 15 જાન્યુઆરી સુધી ફરજ પર રહેનાર ડોક્ટરના નામ- ડો. વિપુલ કાનાણી (મો.નં. 9724550906), વિજયભાઈ તડવી (ડ્રાઈવર) (મો.નં. 8980076440)તારીખ 16 થી 20 જાન્યુઆરી સુધી ફરજ પર રહેનાર ડોક્ટરના નામ- ડો. વિપુલ કાનાણી (મો.નં. 9724550906), વિજયભાઈ તડવી (ડ્રાઈવર) (મો.નં. 8980076440)માળીયા (મિયાણા)પશુ દવાખાનું, બાયપાસ રોડ, તાલુકા પંચાયતની બાજુમાં, માળીયા (મિ.) (સમય સવારે 7 થી સાંજે 6)તારીખ 10 થી 15 જાન્યુઆરી સુધી ફરજ પર રહેનાર ડોક્ટરના નામ- ડો. એચ.એલ. ભોરણીયા (મો.નં. 9106476599), શ્યામ તરખાલા (મો.નં. 9033348774), એમ.એમ. મેવાડા (મો.નં. 9428834881)તારીખ 16 થી 20 જાન્યુઆરી સુધી ફરજ પર રહેનાર ડોક્ટરના નામ- ડો. એચ.એલ. ભોરણીયા (મો.નં. 9106476599), એ.આર. વિડજા (મો.નં. 8140918001), વી.એમ. પટેલ (મો.નં. 8980818149)