મોરબી : ઉત્તરાયણના પર્વમાં અનેક પક્ષીઓ કાતિલ દોરીના કારણે ઘાયલ થયા હોય છે અને ઘણા પક્ષીઓના મોત પણ થતાં હોય છે ત્યારે મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઘાયલ પક્ષીઓ માટે પક્ષી બચાવો અભિયાન શરૂ કરી પક્ષીઓની જિંદગી બચાવવા શહેરમાં પાંચ અલગ અલગ સ્થળોએ કેમ્પ કાર્યરત કર્યા છે.ઉત્તરાયણમાં પતંગની દોરથી ઘાયલ થતાં પક્ષીઓ માટે મોરબીની જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થા એટલે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના વિવિધ વિસ્તારોમાં કેમ્પ કરી ઘાયલ પક્ષીઓ માટે સારવાર પૂરી પાડવામાં આવશે. જેમાં 1. કેપિટલ માર્કેટ , રવાપર ચોકડી, 2.બાપાસિતારામ ચોક,રવાપર રોડ, 3.પંચાસર રોડ,હનુમાન મંદિર સામે, 4.નેહરુગેટ ચોક, 5.મહારાણા પ્રતાપ સર્કલ,મોરબી 2 ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્રના સ્ટફ દ્વારા ઘાયલ પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત સંસ્થાના હેલ્પલાઈન નંબર 7574885747, 7574868886 પર 24 કલાક સંપર્ક કરી શકાશે.