અધિકારીઓની ટીમે ઇનડીઝાઈન સિરામિક ફેકટરી ખાતે સિરામિક એસો.ના હોદ્દેદારો સાથે વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરીમોરબી : કેન્દ્રના એમએસએમઇ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી સહિતના અધિકારીઓ મોરબીની મુલાકાતે આવ્યા હતા. અહીં તેઓએ સિરામિક એકમની મુલાકાત લઈને સિરામિક એસો.ના હોદેદારો સાથે બેઠક કરી વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા પણ કરી હતી.મીનીસ્ટરી ઓફ એમએસએમઈ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી એસ સી એલ દાસ, આઈઈડીએસ પી એન સોલંકી, ડેપ્યુટી એન્ડ હેડ ઓફીસ એમએસએમઈ-ડીએફઓ અમદાવાદના આઈઈડીસી સ્વાતી અગ્રાવત અને આસીસ્ટન્ટ ડાયરેક્ટર એન્ડ ઇન્ચાર્જ બી.આર એમએસએમઈ-ડીએફઓ રાજકોટ સહિતની ટીમે મોરબી ખાતે ઇનડીઝાઈન સિરામિક એલએલપીની મુલાકાત કરી હતી. જ્યાં કંપનીના મેનેજીંગ ડીરેક્ટર સુનીલ મિત્તલ સહિતના ભાગીદારો અને ઉધોગકારોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.આ મુલાકાત દરમિયાન મોરબી સિરામિક એસોસીએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા, હરેશભાઇ બોપલિયા, વિનોદભાઇ ભાડજા તથા મુકેશભાઇ ઉઘરેજા અને ઉધોગકારો ઉપસ્થિત હાજર રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન અધિકારી સમક્ષ ઉદ્યોગને લગતી સમસ્યાઓની રજુઆત કરવામાં આવી હતી. આ સમસ્યાઓના ઉકેલ અંગે સેક્રેટરી એસ સી એલ દાસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને યોગ્ય ડીપાર્ટમેન્ટ દ્વારા સિરામિક ઉધોગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી આપી હતી. ભવિષ્યમાં સિરામિક ઉધોગના વિકાસ માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વિવિધ શાખાઓના સહયોગથી ઉધોગના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી હતી