મોરબી : મોરબીના કાલિકા પ્લોટ 2 ખાતે રામ મંદિર અયોધ્યાથી આવેલ અક્ષત કળશનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતું. જેમા લતાવાસીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાન્ત અધ્યક્ષ (સામાજીક સમરસતા),બજરંગ દળ જીલ્લા સંયોજકની ઉપસ્થિતિમા જય શ્રી રામના નારા સાથે પુજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ઢોલ વગાડનારે પણ કળશ પુજન કરી સામાજીક સમરસતાનુ ઉદારણ પુરવાર કર્યુ હતું. તેમ યાદીમાં જણાવાયું છે.