મોરબી : મોરબીના ઘુંટુની નવોદય વિદ્યાલયમાં આજ રોજ 13 જાન્યુઆરી ને શનિવારના રોજ સવારે 9 થી 11-30 વાગ્યા દરમિયાન અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરાયું હતું.આ પ્રસંગે અક્ષત કળશની શાળાથી લઈને આખા ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં શાળાના સૌ વિદ્યાર્થીઓ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, બહોળી સંખ્યામાં વાલીઓ તથા ગ્રામજનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય કિરીટભાઈ સાણજા, મહેશભાઇ બોપલિયા, પ્રમુખ બીપીનભાઈ કાંજીયા, ટ્રસ્ટી પરસોતમભાઈ કૈલા તથા સર્વેસ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.