મોરબી : આગામી 22 જાન્યુઆરીના અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર ખાતે ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવવાની છે. જેને લઈને સમગ્ર દેશમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીના લીલાપર રોડ પર આવેલા ધર્મ પેલેસના રહીશો દ્વારા જયશ્રી રામ લખેલું સાત માળ ઉંચું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. આ પોસ્ટર સૌ કોઈનું આકર્ષકનું કેન્દ્ર બની રહ્યું છે.