ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામે પોલીસે બાતમીને આધારે આરોપી મહીદીપસિંહ દસરથસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂપિયા 26,540ની કિંમતનો 83 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.