મોરબી : ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણના પર્વને લઈને મોરબી જિલ્લામાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તરાયણના પર્વમાં શું શું કાળજી રાખવી જોઈએ તે અંગે મોરબીની સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિકના ડો. જયેશ એ. સનારિયાએ કેટલીક મહત્વની ટીપ્સ આપી છે.ડો. જયેશ સનારિયાએ જણાવ્યું છે કે, ઉત્તરાયણના પર્વની મજા ક્યાંય સજામાં ન ફેરવાય જાય તે માટે કેટલીક કાળજી લેવી જરૂરી છે. જેમ કે. વધારે પડતો સૂર્ય પ્રકાશ ન લેવો, સન ગ્લાસ અને ટોપી પહેરવી, સતત પાણી, લીંબુ સરબત અને ફ્રુટ જ્યુસ પીવું, હાથ સેનેટાઈઝ કરવા, ગળે પટ્ટી બાંધવી કે કેપવાળુ સ્વેટર પહેરવું, હાથની આંગળી ટેપ અથવા ગ્લોવ્ઝ પહેરવા, ઈલેક્ટ્રીક વાયરમાં ફસાયેલા પતંગ કાઢવા નહીં, પક્ષીને ઈજા ન પહોંચે તેની કાળજી રાખવી, ટુ-વ્હીલરમાં બાળકોને આ દિવસોમાં આગળ ન બેસાડવા, વાશી ખોરાક ન ખાવો, અવાજનું પ્રદૂષણ ન થાય તેનું ધ્યાન રાખવું, ઉત્તરાયણ પૂરી થયા બાદ તૂટેલા દોરા અને પતંગને એકઠા કરી તેનો યોગ્ય નિકાલ કરવો સહિતની કાળજી અને તકેદારી રાખવી.આ ઉપરાંત જયેશ સનારિયાએ બાળકોને લઈને કેટલીક સુચનાઓ આપી છે. જેમ કે, ઉત્તરાયણ પહેલા બાળકોને સ્કૂલે લેવા-મૂકવા જતી વખતે બાળકનું ગળુ, આંખ, કાન, નાક કવર થાય તે માટે મફલર અથવા દુપટ્ટો બાંધવો. બાળકોને ટુ-વ્હીલરમાં આગળ ન બેસાડવા, વાહનોમાં ગાર્ડ લગાવવું, બાળકોને શક્ય હોય તો આ દિવસોમાં બંધ વાહનમાં સ્કૂલે મોકલવા, બાળકો પતંગ ઉડાવે ત્યારે તેઓને આંગળીમાં પટ્ટી અથવા મોજા પહેરાવો, બાળકો વીજ તારને ન અડે તેની કાળજી રાખો, ચાઈનીઝ કે ધારદાર દોરી ન ખરીદી આપો વગેરે જેવી કાળજી રાખવા જણાવ્યું છે.