દાહોદ નજીક નિર્ભયાકાંડ જેવી ઘટનામાં દુષ્કર્મ આચરનાર ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડમોરબી : મધ્યપ્રદેશથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરી હળવદ આવી રહેલી મહિલા ઉપર દાહોદ નજીક ચાલુ બસમાં બસ ચાલક અને ક્લીનરે દુષ્કર્મ ગુજારતા દુષ્કર્મ આચરનારા ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરવામાં આવી છે.જાગરણ ગુજરાતીના અહેવાલ મુજબ, ગત 8 જાન્યુઆરીના રોજ અમરદીપ ટ્રાવેલ્સની બસમાં બેસી મધ્ય પ્રદેશના રાજગઢથી એક મહિલા મજૂરી માટે મોરબી જિલ્લાના હળવદ આવી રહી હતી. ત્યારે મોડી રાતે બસ ગરબાડા ચોકડી નજીકથી પસાર થતી હતી ત્યારે અન્ય મુસાફરો સૂઈ રહ્યા હતા, અને બસના ડ્રાઈવર અને કંડક્ટરે મહિલાને ધમકાવીને વારાફરતી તેના પર દુષ્કર્મ આચર્યું હતુ.આ મામલે પીડિતાએ મોરબી પહોંચીને મહિલા હેલ્પલાઈન 181ને જાણ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જે બાદ હરકતમાં આવેલી મોરબી પોલીસે ફરિયાદ નોંધીને તેને દાહોદ ટ્રાન્સફર કરી હતી. આ મામલે તપાસ કરીને દાહોદ પોલીસ દ્વારા મહિલા પર દુષ્કર્મ ગુજારનારા બન્ને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓની ઓળખ ડ્રાઈવર ગણેશ ડામોર અને કંડક્ટર આશિષ ભીલ તરીકે થઈ છે. હાલ તો પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમજ બસ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.