મોરબી : મોરબીમાં માતા પિતાએ કપડા લેવાની ના પાડતા ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલી સગીરાનુ પરિવાર સાથે 181 અભયમ ટીમે મિલન કરાવ્યું છે. સગીરા અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગથી ઘરે પરત ફરતા તેમના પરિવારે ખાસ આભાર પણ માન્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર અભયમ ટીમને એક સજ્જન વ્યક્તિ દ્વારા ફોન આવેલ કે સગીર વયની દીકરી મળી આવેલ છે માટે મદદની જરૂર છે. ત્યારબાદ181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ ભારતીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ તે સગીરા સુધી પહોંચેલ હતી. તે સજન વ્યક્તિએ જણાવેલ કે સગીરા એકલા હોય અને ક્યારના રડતા હોય ત્યારબાદ અભયમ ટીમ દ્વારા સૌપ્રથમ સગીરાને સાંત્વના આપી સલાહ સુચન માર્ગદર્શન આપી સરળતાપૂર્વક કાઉન્સેલિંગ કરેલ હતું.સગીરાએ જણાવેલ કે તેમની માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય માટે સાંત્વના આપેલ અને સમજાવેલ કે હવે પછી માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં અને પછી તેમના માતા પિતાને ફોન કરી બોલાવેલ અને તેમની માતા-પિતાને સોપેલ અને ત્યારબાદ તેમના માતા-પિતાનું કાઉન્સેલિંગ કરેલ તો તેમણે જણાવેલ કે તેમની દીકરીને નવા કપડા લેવાની ના પાડતા તેમની માતા પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની દીકરી બાબતે પૂછપરછ કરેલ પરંતુ કાંઈ ખબર મળી નહીં. તેઓ પણ ચિંતિત હતા માટે ટીમ દ્વારા તેમના માતા-પિતાને તેમની દીકરીનું ધ્યાન રાખવા જણાવેલ આમ ટીમ દ્વારા ઘરેથી નીકળી ગયેલી સગીરાનું તેમના પરિવાર સાથે મિલન કરાવેલ હતું.