પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શ્રીમદ ભાગવત પંચાહ્ન પારાણય જ્ઞાનયજ્ઞનું આયોજનમોરબી : મોરબીના માનસર ગામે આગામી તારીખ 16 થી 20 જાન્યુઆરી સુધી નવ નિર્મિત સ્વામિનારાયણ મંદિરનો દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે શ્રીમદ ભાગવત પંચાહ્ન પારાયણ જ્ઞાનયજ્ઞ કથાનું પણ આયોજન કરાયું છે.અમદાવાદ નરનારાયણદેવ ગાદિના પિઠાધિપતિ આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા સમસ્ત ધર્મકુળ પરિવારના આશીર્વાદથી તીર્થધામ મુળીધામ રાધાકૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં માનસર ગામે 16 થી 20 જાન્યુઆરી સ્વામિનારાયણ મંદિરનો દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભાગવત પંચાહ્ન પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. માનસર ગામની પ્રાથમિક શાળા સામે નવા પ્લોટિંગમાં નૈમિશારણ્ય ધામ ખાતે દરરોજ સવારે 8-30 થી 11-30 અને બપોરે 3-30 થી 6-30 સુધી વક્તા ભાગવત ભૂષણ શ્રીજી સ્વામી (સ્વામિનારાયણ વિદ્યાધામ હાથીજણ-સંસ્થાપકશ્રી) કથાનું રસપાન કરાવશે. જ્યારે સભા સંચાલક તરીકે શાસ્ત્રી ભક્તિનંદનદાસજી સ્વામી અને વ્યાખ્યાનમાળામાં હરિકૃષ્ણધામ-રણજીતગઢ સંતમંડળ હાજર રહેશે. સહયોગી સંતવૃંદ કોઠારી સ્વામી કૃષ્ણવલ્લભદાસજી સ્વામી- મુળીધામ અને રામ સ્વામી તથા સંતમંડળ-હાથીજણ હાજર રહેશે. 20 જાન્યુઆરીના રોજ સારે 9 કલાકે આચાર્ય મહારાજના વરદ હસ્તે નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાસ-ગરબાનું આયોજન કરાયું છે. બહાર ગામથી આવતા ભક્તો માટે ઉતારા-પાણી અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. કથાનું લાઈવ પ્રસારણ શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુર યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે.