મોરબી : મોરબી જીલ્લા સંગઠન પ્રભારી ડો. હિતેષભાઈ ચૌધરી, જીલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ઝોન મહામંત્રી કે. એસ. અમૃતિયા તેમજ મંડલ પ્રભારી પ્રગનેશભાઈ પટેલ સાથે ચર્ચા-વિચારણા દ્વારા મોરબી શહેર કિશાન મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે નટવરલાલ એલ. કંઝારીયા, મહામંત્રી તરીકે ચંપકસિંહ રાણા, ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ માકાસણા, ચેતનભાઈ ઘાટલીયા, મંત્રી તરીકે મહેશભાઈ કટેશિયા, હરેશભાઈ એલ. પ્રજાપતિ, અશોકભાઈ પી. કોટડીયા, ગોરધનભાઈ એન. ડાભી તેમજ કોષાધ્યક્ષ તરીકે કાળુભાઇ ગોગરાની નિમણૂંક કરવામાં આવી છે.