મોરબી : મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ શહેર યુવા ભાજપ દ્વારા ઉત્તરાયણ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્તરાયણ નિમીત્તે નાના બાળકોને પતંગ, દોરી તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી-માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ જીલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા સહીતના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નાના બાળકોનો ઉત્સાહ વધારી શહેર યુવા ભાજપ દ્વારા ઉત્તરાયણ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.