તા. 12 જાન્યુઆરી : આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ : રાષ્ટ્રીય યુવા દિવસસ્વામી વિવેકાનંદને ‘ભારતના રાષ્ટ્રીય સંત’ કહેવામાં આવે છેમોરબી : ભારતના પ્રખ્યાત દાર્શનિક, લેખક સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતિ છે. વર્ષ 1863માં તા. 12 જાન્યુઆરીના રોજ કલકત્તામાં તેમનો જન્મ થયો હતો. તેમની યાદમાં ભારતમાં દર વર્ષે આજની તારીખે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. દેશના યુવાનોને સ્વામી વિવેકાનંદની ફિલસૂફી અને આદર્શો તરફ પ્રેરિત કરવા દર વર્ષે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા 1984માં પ્રથમ વખત રાષ્ટ્રીય યુવા દિવસની જાહેરાત કરવામાં આવી હતી.વાસ્તવમાં સ્વામી વિવેકાનંદને ‘ભારતના રાષ્ટ્રીય સંત’ કહેવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ ભારતીય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. વિદ્યાર્થીઓ વર્તમાન સમયમાં પણ સ્વામી વિવેકાનંદના વિચારો વાંચે છે. જે તેમને તેમના પગલે ચાલવા માટે પ્રેરણા આપે છે. સ્વામી વિવેકાનંદે દેશના યુવાનોની ઉર્જા ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે ઈચ્છતા હતા કે યુવાનો તેની ઉર્જા ઓળખે અને પોતાનો અભિપ્રાય આપે. આ જ કારણ છે કે સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ભારતીય યુવાનોના પ્રેરણાસ્ત્રોતસ્વામી વિવેકાનંદના સુવિચાર યુવાધન માટે હંમેશાથી પ્રેરણાત્મક રહ્યા છે તથા દરેક યુવાને અનુલક્ષીને કરવામાં આવેલી તેમની વાતો હંમેશા નવું કાર્ય કરવા માટે યુવાનોમાં નવી ઊર્જા અને શક્તિ પૂરી પાડે છે. સ્વામી વિવેકાનંદ અદ્ભૂત સ્મરણશક્તિ ધરાવતા હતા અને તેઓએ ભારતીય અને પશ્ચિમ દર્શનશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો તથા રાજયોગ, કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગી હતા.સ્વામી વિવેકાનંદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેમના આદર્શો અને વિચારો માટે જાણીતા છે. ખૂબ જ નાની ઉંમરે તેમણે પોતાના વિચારોથી પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. તેમના વિચારો યુવાનોને પ્રેરણા આપવાનું કામ કરે છે. આ કારણોસર આ દિવસને યુવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. યુવાનો દેશનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જે દેશને આગળ લઈ જવા માટે ખુબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કોઈપણ દેશનું ભવિષ્ય તેના યુવાનો પર નિર્ભર છે અને ભારતમાં યુવાનોની વસ્તી વધુ છે. આ દિવસ દેશના યુવાનોને સાચો માર્ગ બતાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે અને વિવેકાનંદ જીના જન્મદિવસે આ દિવસની ઉજવણી કરવાનો હેતુ યુવાનોને તેમના વિચારોથી પ્રેરિત કરવાનો છે.આ દિવસે દેશભરમાં આવેલાં વિદ્યાલયો તેમ જ મહાવિદ્યાલયોમાં તરહ-તરહના કાર્યક્રમો યોજવામાં આવે છે; રેલીઓ કાઢવામાં આવે છે; યોગાસનની સ્પર્ધા આયોજિત કરવામાં આવે છે; પૂજા-પાઠ કરવામાં આવે છે; વ્યાખ્યાનના કાર્યક્રમ યોજવામાં આવે છે; વિવેકાનંદ સાહિત્યને લગતાં પ્રદર્શનો ભરવામાં આવે છે.આ દિવસે શાળા-કોલેજોમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. બાળકોને સ્વામી વિવેકાનંદ અને તેમના અમૂલ્ય વિચારો વિશે જણાવવામાં આવે છે.સ્વામી વિવેકાનંદના સુવિચારો- ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો- દેશને બળવાન પ્રાણવાન અને શ્રદ્ધાવાન યુવાનોની જરૂર છે.- ચિંતન કરો ચિંતા નહિ હમેંશા નવું વિચારો અને નવું કરો.- જીવનને સાર્થક કરવું હોય તો સમયને સાચવો, સમયની કિંમત કરો અને આળસને દૂર કરો.- જેવુ તમે વિચારશો તેવા તમે બની જશો, પોતાને નિર્બળ માનશો તો નિર્બળ બનશો અને સબળ માનશો તો સબળ બનશો.- જ્યારે આપણે કામ કરવા બેસીએ ત્યારે બીજું બધું ભૂલી જઈને એકાગ્ર થઈને કાર્ય કરવું જોઈએ.- હૃદય અને મગજના ટકરાવમાં હંમેશા હૃદયનું સાંભળજો.