મોરબી : આજે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે મોરબીની એલિટ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યુવા મતદાતા ભારતનો ભાગ્ય વિધાતા વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વક્તૃત્વ સ્પર્ધામાં મોરબી જિલ્લા યુવા ભાજપ અધ્યક્ષ સાગરભાઈ સદાતિયા, મહામંત્રી શક્તિસિંહ જાડેજા, અરુણભાઈ ડાભી, નયનભાઈ કાવર, જયભાઈ જેતપરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે એલિટ ઈન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષભાઈ ડી. કલોલા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.