મોરબી : 12 જાન્યુઆરીના એટલે કે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે આવતીકાલે 13 જાન્યુઆરીના રોજ મોરબી ABVP દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર પર ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવતીકાલે 13 જાન્યુઆરીના રોજ ઓનલાઈન વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમા ધોરણ-9 ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. જેનો વીડિયો બનાવી પોતાનું નામ સ્કૂલનું નામ લખીને મો.નં. 9106355350 પર 14 જાન્યુઆરીના રોજ સાંજ સુધીમાં મોકલવાનો રહેશે. જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને સન્માનિત કરવામાં આવશે.