દોઢેક વિઘો જમીન દબાવી ખેતી કરવામાં આવતી હોય મહિલા દ્વારા લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવાઇ ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં પારકી જમીન ઉપર કબ્જો કરી વાવેતર શરૂ કરનાર બે સગા ભાઈઓ વિરુદ્ધ મોરબીના મહિલાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં ખેતીની જમીન ધરાવતા મોરબીના રવાપર રોડ ઉપર ભંભોડીની વાડીમાં રહેતા અનસોયાબેન રમેશભાઈ નકુમ નામના મહિલાએ આરોપી ભીખાભાઈ વાલજીભાઈ સીણોજીયા તથા જયંતિભાઈ વાલજીભાઈ સીણોજીયા રહે.બન્ને હડમતીયા, તા.ટંકારા, જી. મોરબી વાળાઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બન્ને આરોપીઓએ તેમની હડમતીયા ગામની સીમ સર્વે નં 245 પૈકી 3 ની જમીનમાંથી અંદાજે 26 ગુંઠા જમીન એટલે કે, દોઢેક વિઘો જમીન કબ્જે કરી હાલમાં જીરુંનું વાવેતર કરી નાખ્યું છે. આ મામલે ટંકારા પોલીસે લેન્ડગ્રેબિંગ કમિટીના રિપોર્ટને આધારે બન્ને વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.