મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ફ્લોરા-11 નામના બિલ્ડિંગના અગિયારમા માળે કામ કરી રહેલા મૂળ ઉત્તરપ્રદેશના વતની શીવાકુમાર સંતોષરામ કુમાર ઉ.21 નામના યુવાનનો પગ લપસી જતા 11માં માળેથી નિચે પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.