મોરબી : આજે તા. 11 જાન્યુઆરી, 2024ને ગુરુવારે અમેરિકાનો રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ અને નેપાળનો પૃથ્વી જયંતિ દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે વિક્રમ સવંત 2080 માગશર માસ વદ પક્ષની અમાસ છે. ભૂતકાળમાં તા. 11 જાન્યુઆરીના રોજ અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મ અને અવસાન થયા છે. ત્યારે જાણો આજે ઇતિહાસમાં કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ બની છે? તેમજ કઈ પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ છે અને કોની પુણ્યતિથિ છે?મહત્વપૂર્ણ ઘટનાઓ1569 – ઇંગ્લેન્ડમાં પ્રથમ વખત લોટરીની શરૂઆત થઇ.1613 – જહાંગીરે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની મંજૂરી આપી.1681 – બ્રાન્ડેનબર્ગ અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ ગઠબંધન.1753 – સ્પેનના રાજા જોકિન મુરાતે નેપોલિયન બોનાપાર્ટને મુક્ત કર્યો.1779 – ચિંગ-થાંગ ખોમ્બા (Ching-Thang Khomba)નો મણિપુરના રાજા તરીકે રાજ્યાભિષેક થયો.1787 – વિલિયમ હર્ષલે પ્રજાપતિના બે ચંદ્રો, ટિટાનિયા અને ઓબેરોન શોધી કાઢ્યા.1866 – ઓસ્ટ્રેલિયા જતી વખતે લંડન નામના જહાજને અકસ્માત નડતા 231 લોકો ડૂબી ગયા.1942 – બીજા વિશ્વયુદ્ધમાં જાપાને કુઆલાલંપુર પર કબજો કર્યો.1943 – બ્રિટન અને અમેરિકાએ ચીનના ક્ષેત્રમાં પોતાનો દાવો પાછો ખેંચ્યો.1945 – ગ્રીક ગૃહ યુદ્ધમાં યુદ્ધવિરામ થયો.1955 – ભારતમાં ન્યૂઝપ્રિન્ટ પેપરનું ઉત્પાદન શરૂ થયું.1962 – પેરુવિયન એન્ડીસ ગામમાં હિમપ્રપાતથી 3,000 લોકો માર્યા ગયા.1970 – અલગ થયેલ બિયાફ્રા રાજ્ય નાઇજિરિયન સરકારના આક્રમણ સામે ટકી શક્યું નહીં અને આત્મસમર્પણ કર્યું.1973 – પૂર્વ જર્મનીએ બાંગ્લાદેશને માન્યતા આપી.1986 – ઓસ્ટ્રેલિયાનો ગેટવે બ્રિજ સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો.1993 – સુરક્ષા પરિષદે ખાડી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાની ચેતવણી આપી.1995 – કોલંબિયાના કાર્ટાજેનામાં પ્લેન ક્રેશમાં 52 લોકોના મોત થયા છે. સોમાલિયામાં બે વર્ષથી ચાલી રહેલું સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાન સમાપ્ત થયું.1998 – લુઇસ ફ્રેચેટ (કેનેડા)ની સંયુક્ત રાષ્ટ્રના ઉપમહાસચિવ તરીકે નિમણૂક થઇ.1999 – શહેરી જમીન મર્યાદા કાયદો રદ કરવામાં આવ્યો.2001 – ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે પ્રથમ વખત સંરક્ષણ કરાર.2004 – અમદાવાદમાં બળાત્કાર કેસના આરોપીની દિલ્હીના નર્સિંગ હોમમાંથી ધરપકડ.2005 – યુક્રેનમાં ફરી યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પશ્ચિમ તરફી વિરોધ પક્ષના ઉમેદવાર વિક્ટર યુશ્ચેન્કોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.રિલાયન્સે BSNLને 84 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા2006 – અમેરિકાના પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ. બુશે ઓક્લાહોમા રાજ્યના જંગલોમાં લાગેલી આગને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી.2008 – કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે બીજા રાજ્યોના પુનર્ગઠન આયોગના બંધારણની રૂપરેખા આપી હતી.શ્રીલંકાની સરકારે એલટીટીઈની યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવાની અપીલને નકારી કાઢી હતી.2009 – સરકારે IT કંપની સત્યમને બચાવવા માટે ત્રણ નામાંકિત સભ્યોની નિમણૂક કરી. અચંતા શરત કમલે 70મી સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરૂષ સિંગલ્સનો ખિતાબ જીત્યો.2010 – ભારતે ઓડિશાના બાલાસોરમાં હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ એસ્ટ્રાના બે સફળ પરીક્ષણો કર્યા. આ મિસાઈલ ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવી હતી.ભારતે બાંગ્લાદેશ સાથે પાંચ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા, જેમાં વિકાસ પરિયોજનાઓ માટે 1 અબજ ડોલરની લોન આપવાની બાયંધરીનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત તેમા આતંકવાદ વિરોધી સહયોગ વધારવા માટે ત્રણ સુરક્ષા કરારોનો સમાવેશ થાય છે.દિલ્હી હાઈકોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેંચે ચુકાદો આપ્યો છે કે ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની કચેરીને પણ માહિતી અધિકારના કાયદા (RTI) હેઠળ માહિતી આપવી ફરજિયાત છે.2020 – ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ‘ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર’ અને ‘નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ’નું ઉદ્ઘાટન કર્યું.2020 – વુહાનમાં મ્યુનિસિપલ આરોગ્ય અધિકારીઓએ કોવિડ-૧૯થી નોંધાયેલા પ્રથમ મૃત્યુની જાહેરાત કરી.પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ1842 - વિલિયમ જેમ્સ – પ્રખ્યાત અમેરિકન ફિલસૂફ અને મનોવિજ્ઞાની.1860 - શ્રીધર પાઠક – ભારતના પ્રખ્યાત કવિઓ પૈકીના એક.1903 – એલન પેટોન, દક્ષિણ આફ્રિકાના લેખક અને રંગભેદ વિરોધી નેતા (અ. ૧૯૮૮)1927 – કુન્દનિકા કાપડિયા, ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર (અ. ૨૦૨૦)1927 - લુઈસ પ્રોટો બાર્બોસા – એક ભારતીય રાજકારણી હતા, જેઓ રાજકીય પક્ષ ‘પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફ્રન્ટ (ગોવા)’ સાથે સંકળાયેલા હતા.1927 - સરસ્વતી રાજામણિ – ભારતની સૌથી નાની વયની મહિલા જાસુસ હતી.1944 - શિબુ સોરેન – ભારતીય રાજકારણી.1954 – કૈલાશ સત્યાર્થી, ભારતીય ઇજનેર, શૈક્ષણિક અને કર્મશીલ, નોબેલ પારિતોષિક વિજેતા1954 - અનલજીત સિંહ – ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ1958 - બાબુલાલ મરાંડી – ભારતના ઝારખંડ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી1965 - મદન કૌશિક – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી1970 – સુકુમાર બાન્દ્રેડ્ડી, તેલુગુ સિનેમાના ભારતીય ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને પટકથાલેખક1973 - રાહુલ દ્રવિડ – ભારતીય ક્રિકેટ ખેલાડી.1993 - અંકિતા રૈના – ભારતીય ટેનિસ ખેલાડી અને મહિલા સિંગલ્સમાં વર્તમાન ભારતીય નંબર વન.પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1928 – થોમસ હાર્ડી, અંગ્રેજ નવલકથાકાર અને કવિ (જ. ૧૮૪૦)1962 - અજય ઘોષ – ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા1966 - લાલ બહાદુર શાસ્ત્રી – સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન.2008 - સર એડમંડ હિલેરી – શેરપા તેનઝિંગની સાથે માઉન્ટ એવરેસ્ટના પ્રથમ આરોહક અને સમાજસેવક.2008 - રામ ચતુર મલ્લિક – ધ્રુપદ-ધમાર શૈલીના ગાયક.2013 – એરન સ્વાર્ટઝ, અમેરિકન લેખક, કોમ્પ્યુટર પ્રોગ્રામર, રાજકીય આયોજક અને ઇન્ટરનેટ ચળવળકાર (જ. ૧૯૮૬)2018 - દુધનાથ સિંહ – હિન્દી ભાષાના પ્રખ્યાત સાહિત્યકાર – લેખક.2022 - રેખા કામત – ભારતીય ફિલ્મોની અભિનેત્રી(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી કરેલું છે.)