વ્યસનીઓને વ્યસન મુક્ત કરવા ચિકિત્સા સહિતનો તમામ ખર્ચ ઉઠાવવા કોમનમેન ફાઉન્ડેશન ટ્રસ્ટે 2 લાખ રૂપિયા ફાળવ્યાદરેક વ્યક્તિને વ્યસન મુક્ત બનાવવા ટ્રસ્ટ હેઠળ તબીબો દ્વારા સમયાંતરે કરાતું કાઉન્સેલીગ અને યોગ્ય ઉપચારમોરબી : અત્યાધુનિક તબીબી સુવિધા ભારે ખર્ચાળ અને ઘણી બધી અપવાદરૂપ ઘટનાઓ વચ્ચે મોરબીને વ્યસન મુક્ત કરી સ્વસ્થ સમાજનું નિર્માણ માટે કોમનમેન ફાઉન્ડેશન આગળ આવ્યું છે. આ કોમનમેન ફાઉન્ડેશન ટ્રસ્ટે સમગ્ર વ્યસન મુકિત અભિયાનમાં વ્યસનીઓને વ્યસન છોડાવવા ચિકિત્સા સહિત તમામ તબીબી સેવા માટે રૂ.2 લાખ ફાળવ્યા છે અને તબીબોની સહાયથી એકદમ વિનામૂલ્યે વ્યસનીઓને વ્યસન મુક્ત કરી સ્વસ્થ સમાજનું કરવામાં આવી રહ્યું છે.મોરબીમાં કોમનમેન ફાઉન્ડેશન ટ્રસ્ટે વ્યસનીઓને વ્યસની તડપ અને આદતથી છોડાવી સમાજને તંદુરસ્ત કરવા માટે ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. જો કે આમ તો ઘણા લોકોને વર્ષોથી કોઈને કોઈ વ્યસન હોય છે. પણ અત્યારે જે પરિસ્થિતિ છે તેમાં ઘણો મોટો સમુદાય વ્યસનરૂપી મોતના જડબામા એવો સપડાયો છે કે ખુદ વ્યસની પણ આ આદતથી કંટાળી હાનિકારક વ્યસનની નાગચુડમાં છૂટવા માંગતો હોય પણ આદત સે મજબુર હોય એમ એ લત છૂટતી જ નથી. આથી આવી વ્યસનઓને જડ કુટેવમાંથી બહાર કાઢવા એ ઘણું કપરું કામ હોય છતાં પોતાની સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી કોમનમેન ફાઉન્ડેશન ટ્રસ્ટે વ્યસનીઓને મોતના સંકજામાંથી ઉગારી લેવા માર્ગદર્શન જરૂર પડે તો યોગ્ય સારવાર સહિત તમામ બનતી કામગીરી કરે છે. આ લોકોને ઉગારી તેમના આરોગ્યનું જતન કરી પરિવારમાં ખુશીની ચમક લાવવા માટે આ ટ્રસ્ટ દ્વારા 15 જેટલા વિવિધ નિષ્ણાત ડોક્ટરોની ટીમ બનાવીને 3 મહિનાથી વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.મોરબીમાં હાલ મોટો વર્ગ કહી શકાય એમ, યુવાનો, મોટી વયના લોકો, બાળકો, તરુણો, મહિલાઓ કે વૃદ્ધાઓ અને હવે તો શ્રમિક યુવતીઓ સહિત હજારો લોકોને આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક અને જીવલેણ સમાન બીડી, સિગારેટ, પાન-માવા, તમાકુ, ગુટખા, હુકો, બજર સહિતનું કોઈને કોઈ વ્યસન હોવાથી તેમજ ઘણા આવા વ્યસની લોકો નાની વયે થતી કેન્સર, ટીબી જેવી બીમારીઓને ગંભીરતાથી લઈ કોમનમેન ફાઉન્ડેશન ટ્રસ્ટ ત્રણ મહિના પહેલા શરૂ કરી 15 ડૉક્ટરોની ટીમની મદદથી વારંવાર સમયાંતરે મીટીંગ યોજી જુદાજુદા વ્યસન ધરાવતા લોકોને બોલાવી પોતાના આરોગ્ય તેમજ પરિવારના હિત માટે ખૂબ જ સમજાવી અને વ્યસન છોડ્યા બાદ વ્યસનની તડપ લાગે તો તેને દૂર કરવા ચિકિત્સા કરતા હોય અત્યાર સુધીમાં 100 જેટલા લોકોએ વ્યસન મુક્તિના શપથ લીધા છે.કોમનમેન ફાઉન્ડેશન ટ્રસ્ટે જણાવ્યું સમાજને સ્વસ્થ રાખવું એ અમારી જવાબદારીનો એક ભાગ છે અને અમે જે કરીએ છીએ એ અમારી નૈતિક ફરજ છે. એટલે સમાજ માટે કોઈ ઉપકાર કરતા નથી. આથી વ્યસન છોડવાનું આ કાર્ય સમગ્ર વિનામૂલ્યે છે. કાઉન્સેલિંગ તેમજ વ્યસન છોડ્યા બાદ ઉભી થતી તકલીકોને દૂર કરવા ચિકિત્સા માટે કોમનમેન ફાઉન્ડેશન ટ્રસ્ટે બે લાખનું બજેટ ફાળવ્યુ છે અને જે પણ ખર્ચ થાય એ ખર્ચ આ ટ્રસ્ટ જ ઉઠાવે છે. જો કે હાલ 100 જેટલા લોકોએ સંકલ્પ લીધો હોય તેઓ ત્રણ મહિના સુધી વ્યસન નહિ કરે તો તેનું શાનદાર સન્માન કરાશેઆ ટ્રસ્ટે જણાવ્યું હતું એ અમારા વ્યસન મુક્તિ અભિયાનનો જોરદાર પ્રચાર કરતા ઘણા વ્યસનીઓ સામેથી આવતા થયા અને આમાના ઘણા બંધાણીઓ અમારી સમક્ષ એવી વેદના વ્યક્ત કરી કે, અમારા આ વર્ષોથી વ્યસનને કારણે આરોગ્યને ભારે હાનિ થતી હોય અને વ્યસનથી પરિવારજનો નારાજ થતા હોવાથી ઘરનું વાતાવરણ અશાંત રહે છે. અમે ખરેખર વ્યસનથી એટલા કંટાળી ગયા હોય એને છોડવા માંગતા હોય પણ લત છૂટતી જ નથી. આવા લોકોમાં હસમુખભાઈ સાણજા, પાન માવાના વેપારી બાબુભાઇ લોદરિયા, ચેતન ભણશાલી કહે છે કે વર્ષોથી તમાકુ આદિનું વ્યસન હોય પણ આ ડૉક્ટરોના પ્રયાસોથી આખરે હવે વ્યસન છૂટ્યું છે. શરૂઆતમાં તડપ વધતી પણ આ ડોક્ટરો પાસેથી માર્ગદર્શન મેળવી વ્યસન છુટતાં હવે ઘરનું વાતાવરણ એકદમ મધુર બની ગયું છે.