માનવ હાડપિંજરને ફોરેન્સિક રિપોર્ટ માટે રાજકોટ મોકલી અપાયુંમોરબી : મોરબીના મચ્છુ - 2 ડેમમાંથી ગઈકાલે માનવ હાડપિંજર મળી આવતા રહસ્યોના આટાપાટા સર્જતી આ ઘટનામાં અંકોડા મેળવવા મોરબી તાલુકા પોલીસે માનવ હાડપિંજરને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલી આપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મચ્છુ -2ડેમના પાણીમા માનવ હાડપિંજર પડ્યું હોવાનું રાહદારીને ધ્યાને આવતા મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને માનવ હાડપિંજરને કબ્જે કરી રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. જો કે હાડપિંજર ઉપર થોડા અવશેષો જ બાકી હોય મૃતક પુરુષ હતા કે સ્ત્રી તે ઓળખવું પ્રાથમિક દ્રષ્ટિએ મુશ્કેલ હોય ફોરેન્સિક રિપોર્ટ બાદ જ મૃતકની સાચી ઓળખ મળે તેમ હોવાનું અને સમગ્ર રહસ્ય ઉપરથી પડદો ઉચકાઈ તેમ હોવાનું મનાય રહ્યુ છે.