મોરબી : હળવદ તાલુકાના જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળાના ધો.3 ના વિદ્યાર્થીઓને સરકારી કામગીરી અંગે જ્ઞાન માટે તેવા હેતુ સાથે પોસ્ટ ઓફિસની મુલાકાત કરાવવામાં આવી હતી. આ તકે, શાળાના બાળકોને પોસ્ટ ઓફિસમાં થતી વિવિધ કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી.જુના દેવળીયા કુમાર શાળાના શિક્ષક વિજયભાઈ કુરીયા દ્વારા શાળાના બાળકો માટે પોસ્ટ ઓફિસની મુલાકાત કરાવવામાં આવી હતી આ તકે, પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતાં ઉમંગભાઈ પટેલ દ્વારા બાળકોને સરળ ભાષામાં પોસ્ટ ઓફિસમાં થતાં વિવિધ કાર્યો વિશે માહિતી આપી હતી. તેમજ તેમણે બાળકોને અલગ-અલગ પ્રકારની વિવિધ ટિકિટ પણ બતાવી હતી. બાળકોએ ટપાલપેટી, પોસ્ટકાર્ડ તેમજ વિવિધ પ્રકારનાં કવર પણ નિહાળ્યા હતા. આ મુલાકાત દરમિયાન ઉમંગભાઈ દ્વારા પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ વિશે પણ બાળકોને માહિતી આપવામાં આવી હતી.