હળવદ : શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતા જ જરૂરિયાતમંદ તેમજ ઠંડીમાં ઠરતા લોકોને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા વિનામૂલ્ય ધાબળાનું વિતરણ કરાયું હતું.હળવદ ફ્રેન્ડ્સ ગ્રુપના યુવાનો છેલ્લા ઘણા વર્ષોથી તહેવારો તેમજ ઋતુ પ્રમાણે લોકોની મદદરૂપ થવાના અનેક પ્રયાસો કરતા હોય છે તેવી જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતા ની સાથે જ જે રોડ ઉપર સુતેલા લોકો હોય જેની પાસે ઠંડીથી રક્ષણ મેળવવા માટે કોઈ ધાબળા કે કોઈ અન્ય વસ્તુ ન હોય તેવા લોકોને રાત્રિના સમયે સ્થળ પર જઈને વિનામૂલ્ય ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 200 થી વધુ લોકોને આ વિતરણ કરવામાં આવ્યા છે અને આવનારા દિવસોમાં હજુ પણ વધુ જરૂરીયાત મંદ લોકોને સુધી પહોંચી ને વિતરણ કરવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સાથે જ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા જયા ખરેખર જરૂરિયાત છે તેવા વ્યક્તિને ધાબળા આપવામાં આવ્યા હતા ગ્રુપ દ્વારા અને રાત્રે 9 થી 1:00 વાગ્યા સુધી ફિલ્ડ વર્ક કરીને ગ્રુપ દ્વારા આ કાર્યને પૂર્ણ કરવામાં આવ્યું હતું અને હજી પણ કાર્ય ચાલુ જ છે ત્યારે દરેક દાતાઓનો ખુબ ખુબ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.