મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારિયા સોસાયટીમાં દરોડો પાડી રામદેવપીરના મંદીરથી આગળ રોડ ઉપર જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મનીષભાઇ દેવકરણભાઇ ખાણધર, મશરૂભાઇ ગોકળભાઇ કારેથા, અસલમભાઇ કાસમભાઇ દલવાણી, કાદરભાઇ દાઉદભાઇ શેખ અને પરેશભાઇ મનુભાઇ પાટડીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 14,700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.