મોરબી અપડેટ દ્વારા સમિટનું વિશેષ કવરેજ અને એક્સપોના પ્રચાર પ્રસારમાં મહત્વના યોગદાન બદલ જીપીબીએસ અયોજન સમિતિ વતી અગ્રણી પરેશભાઈ ગજેરા અને નરેન્દ્રભાઈ સંઘાત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અર્પણ કરી વિશેષ બહુમાન કરાયુંમોરબી : રાજકોટ ખાતે આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટનું વિશેષ કવરેજ કરવા અને એક્સપોના પ્રચાર પ્રસારમાં મહત્વના યોગદાન બદલ જિલ્લા કક્ષાના રાજ્યના નંબર વન વેબપોર્ટલ મોરબી અપડેટના મેનેજીંગ ડિરેકટર દિલીપભાઈ બરાસરાનું સરદારધામ સંસ્થાના આયોજકો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.સરદારધામ દ્વારા રાજકોટ ખાતે આયોજિત ચાર દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટમા મોરબી સહિત રાજ્યભરના ઉદ્યોગ સાહસિકો પોતાની પ્રોડકટનું વિશ્વ સમક્ષ નિર્દશન કરી રહ્યા છે ત્યારે મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગકારો દ્વારા રાજકોટ ખાતે આયોજિત જીપીબીએસમાં પોતાની પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.વધુમાં આ ઔદ્યોગિક પ્રદર્શનીમાં દેશ વિદેશના અનેક બાયરોએ હિસ્સો લઈ પોતાની પ્રોડકટનુ નિર્દશન કરવાની સાથે માર્કેટિંગ કરતા દેશ સહિત સમગ્ર દુનિયામાં મોરબીની સિરામીક પ્રોડકટનું ઉત્પાદન કરતા 130 જેટલા ઉદ્યોગકારોએ પોતાની પ્રોડકટનું પ્રદર્શન નિર્દશન કરતા ભારતની પ્રોડકટનું દેશ દુનિયામાં વર્ચસ્વ વધ્યું છે.ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટને ભવ્ય સફળતા મળી છે. આ એક્સપોની સફળતા માટે મોરબીના અગ્રણીઓ નિલેશભાઈ જેતપરિયા અને નરેન્દ્રભાઇ સંઘાતએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર એકપોનું મોરબી અપડેટ દ્વારા વિશેષ કવરેજ કરવામાં આવ્યું હતું. જેની નોંધ લઈ એક્સપોના પ્રચાર પ્રસારમાં મહત્વના યોગદાન બદલ મોરબી અપડેટના મેનેજીંગ ડિરેકટર દિલીપભાઈ બરાસરાનું સરદારધામ સંસ્થાના આયોજકો અગ્રણી પરેશભાઈ ગજેરા અને નરેન્દ્રભાઈ સંઘાત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.