મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયાનગરમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી મૂળ રાજસ્થાનના વતની આરોપી સુરેશ રતનભાઈ બરાલા અને ગાયત્રીનગરમાં રહેતા આરોપી સૂઝલ ચંદુભાઈ પાચોટીયાને વિદેશી દારૂની 57 બોટલ કિંમત રૂપિયા 25,935 સાથે ઝડપી લીધા હતા. વધુમાં બન્ને આરોપીઓએ દારૂનો આ જથ્થો મોરબીના કેતનદાન મહેન્દ્રદાન બારહટ પાસેથી ખરીદ કર્યાનું કબૂલતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.