મોરબી : મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનથી વાંકાનેર તરફ જતા રેલમાર્ગ ઉપર એક બાળકની અર્ધ કપાયેલ લાશ મળી આવતા પોલીસે બાળકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - વાંકાનેર રેલવે લાઇન ઉપર નજરબાગથી વાંકાનેર તરફ એક અજાણ્યા બાળકની અડધી કપાયેલ હાલતમાં લાશ મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. વધુમાં બાળકનું માથું ધડથી અલગ થયા બાદ માત્ર ધડ જ પોલીસને હાથ લાગ્યું હોય શરીરનો બાકી હિસ્સો તેમજ બાળકના વાલી વારસો શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે.