મોરબીના નવા મકનસર ગામે બનેલી ઘટનામોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે પતિનું કેન્સરની બીમારીમાં મૃત્યુ નીપજતા આઘાતમાં સરી પડેલ પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મકનસર ગામે રહેતા પ્રવીણભાઈ નારણભાઇ ઝંઝવાડિયાનું ગત તા.7ના રોજ કેન્સરની બીમારીને કારણે મૃત્યુ નિપજતા તેમના પત્ની રાધાબેન ઊંડા માનસિક આઘાતના સરી પડયા હતા અને સુનમુન રહેતા હોય ગઈકાલે પતિના વિયોગમાં ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.