- text
લાતીપ્લોટ કોર્નરથી પંચાસર મેઈન રોડને સિમેન્ટ રોડથી મઢવા કોન્ટ્રાકટ અપાઈ ગયો
મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ ઉપર વર્ષો જૂના દબાણો ઉપર બુલડોઝર ફરી વલયા બાદ ટુક સમયમા જ પંચાસર રોડને સિમેન્ટ રોડથી મઢવામાં આવશે, આ માટે રૂપિયા 3.22 કરોડના ખર્ચે રોડનું કામ પણ મંજુર કરી દેવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા સિરામિક સીટી મોરબીને સુવિધા સભર બનાવવા માટે શહેરના જુદા જુદા માર્ગોને કરોડો રૂપિયાના ખર્ચે નવા બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે ત્યારે બે દિવસથી મોરબીના જે રોડ ઉપર મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે તેવા પંચાસર રોડને ટકાટક બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા 3.22 કરોડથી વધુના ખર્ચે સિમેન્ટ રોડ મંજુર કરવામાં આવ્યો છે.
- text
વધુમાં પંચાસર રોડ ઉપર ડિમોલિશન કામગીરી પૂર્ણ થતાં જ તાત્કાલિક સિમેન્ટ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાનું અને પંચાસર રોડની કામગીરી સ્થાપત્ય કન્ટ્રક્શન નામની પેઢીને કોન્ટ્રાકટ પણ આપી દેવામાં આવ્યો હોવાનું સતાવાર રીતે બહાર આવ્યું છે.
- text