મોરબી : મોરબીની ગ્રીનવેલી ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે તા. 27 જાન્યુઆરીના સવારે 10 થી 5 કલાકે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પુસ્તક પ્રેમીઓને અગિયાર હજાર કરતા વધુ અવનવાં વિષયો સાથે પુસ્તકો મળી રહેશે. જેમાં બેસ્ટ સેલર કલેક્શન પુસ્તકો પણ મળી રહેવાના છે. તેમજ દરેક પુસ્તકો પર 25% થી વધુનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. તો અદ્ભૂત સૌથી મોટા પુસ્તક મેળાની મુલાકાત લઈ તેનો લાભ લેવા ગ્રીનવેલી ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.