મોરબી : ભરતનગર પ્રાથમિક શાળા અને રોટરીગ્રામ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્રાકૃતિક શિક્ષણ અને વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાએથી નીકળીને ચિદાનંદ સ્વામીજીના આશ્રમે પગપાળા ગયા હતા. ખેતરોની વચ્ચે કુદરતી વાતાવરણમાં પ્રાર્થના, બાલસભા, રમતગમત, ગેમ જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. ખેતર, પાકો, સિંચાઈ પદ્ધતિઓ, વૃક્ષો, નર્સરીમાં આવેલ વિવિધ ફુલછોડની માહિતી જાણકારી આપવામાં આવી હતી.તમામ વિધાર્થીઓએ ઉંધીયા પુરીનું જ્યાફત માણી હતી. સ્વામીજી તરફથી તમામ બાળકોને શેરડીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આચાર્ય દ્વારા સ્વામીજી, સર્વે આશ્રમવાસીઓ, સેવાભાવી મિત્રો, સ્ટાફગણ તેમજ વ્હાલા વિદ્યાર્થીઓ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.