મોરબી : અયોધ્યા ખાતે રામમંદિરમાં પ્રભુ શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના એક ભાગરૂપે અયોધ્યાથી આવેલા અક્ષત કળશ હાલ સમગ્ર દેશમાં અલગ અલગ ગામો તથા સોસાયટીમાં ફરી રહ્યો છે. ત્યારે ઉજવણીની ભાગ રૂપે આ અક્ષત કળશનું હાલ મોરબીની શોભાકુંજ સોસાયટીના રહીશો દ્વારા ડીજેના તાલ સાથે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.મોરબીની શોભાકુંજ સોસાયટી ખાતે અક્ષત કળશનું આગમન થતા બાળાઓ દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા તેમજ સોસાયટીના તમામ સભ્યો પરંપરાગત વસ્ત્રો પહેરી પ્રભુ શ્રી રામની ધુનના તાલ સાથે ઝુમી ઉઠ્યા હતા અને સમગ્ર વિસ્તારનું વાતાવરણ અયોધ્યાની જેમ ખીલી ઉઠ્યું હતું. અવની સોસાયટીથી લઇ શોભાકુંજ સોસાયટી સુધી લોકો વાજતે ગાજતે કળશયાત્રા યોજી હતી અને અંતે આરતી પુજન કરી પ્રસાદ લઈ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.