મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 3 (ન્યુ કોર્ષ - 2019) નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત આર.ઓ. પટેલ મહિલા કોલેજે બી. કોમ. સેમેસ્ટર 3નું 90% રીઝલ્ટ મેળવીને સંસ્થા અને કોલેજ પરીવારનું ગૌરવ વધાર્યું છે.આ કોલેજ છેલ્લાં 9 વર્ષોથી આવા ઝળહળતાં રીઝલ્ટ માટે ક્વોલિટી બૈઝ્ડ એજ્યુકેશન આપીને સૌરાષ્ટ્રની એક અગ્રણી અને નામાંકિત કોમર્સ/મેનેજમેન્ટ કોલેજ તરીકે ઉભરી આવી છે.બી. કોમ. સેમેસ્ટર 3 માં પ્રથમ નંબરે હુંબલ રાધિકા ભરતભાઈ 622/700 (88.86%), બીજા નંબરે સવસાણી કૃપાલી સુરેશભાઈ 619/700 (88.43%), ત્રીજા નંબરે ગોધાણી જીયા કાંતિલાલ 610/700 (87.15%), ચોથા નંબરે અઘારા હેત્વી જયસુખભાઇ 598/700 (85.43%) માર્કસ મેળવી સંસ્થા અને કોલેજ પરીવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ગુંજતું કર્યું છે.બી. કોમ. સેમેસ્ટર 3 માં Cost Accounting વિષયમાં 15 સ્ટુડન્ટ્સએ 100 માંથી 100 માર્ક અને 8 સ્ટુડન્ટ્સએ 99 માર્ક મેળવ્યા હતાં. Corporate Accounting વિષયમાં 4 સ્ટુડન્ટ્સએ 100 માંથી 100 માર્ક મેળવ્યા હતા, Accouting વિષયમાં 2 સ્ટુડન્ટ્સએ 100 માંથી 100 માર્ક મેળવ્યા હતા, Income Tax વિષયમાં 1 સ્ટુડન્ટ્સએ 100 માંથી 100 અને 6 સ્ટુડન્ટ્સએ 99 માર્ક મેળવી જે તે વિષયમાં સોનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે.સર્વે વિધાર્થીનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.