મોરબી : મોરબી શહેર ભાજપ કાર્યલાય ખાતે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારિયા, મહામંત્રી રિશિપ ભાઈ કૈલા અને ભાવેશભાઇ કંઝરિયાનાં માર્ગદર્શન મુજબ નવનિયુક્ત શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ પટેલ, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે અને મોરબી શહેર ભાજપ મંત્રી અજયભાઈ કોટકનું સન્માન કરવામાં આવ્યું હતું.આ વેળાએ શહેર યુવા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ વાંક, યોગીભાઈ જાડેજા, ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા, અજયભાઈ ગરચર, અરુણભાઈ રામાવત, મંત્રી સિધ્ધરાજસિંહ ઝાલા, વિરલભાઈ ખાખરિયા, શિવભાઈ જાડેજા, કોસાધ્યક્ષ મહેશભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.