મોરબી : રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સંદર્ભે ભાજપ-ગુજરાત સાંસ્કૃતિક સેલ દ્વારા 'સબકે રામ, ઓન ઈન્સ્ટાગ્રામ' નામે વિવિધ કલા- સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામ, રામાયણના પાત્રો, પ્રસંગ, રામજન્મ ભૂમિ તીર્થ અને તે માટેનો સંઘર્ષ, વર્તમાન સમયમાં રામાયણ અને તેના મૂલ્યો જેવાં રામાયણને લગતાં વિષયો પરનાં સર્જન વિવિધ કલા માધ્યમો દ્વારા પ્રસ્તુત કરવાના રહેશે. આ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વય મર્યાદા 10 વર્ષથી ઉપર (તા.1 જાન્યુઆરી, 2024ના રોજ)ની રહેશે. દરેક સ્પર્ધાની સમય મર્યાદા વધુમાં વધુ 3 મિનિટની રહેશે.સ્પર્ધાના માધ્યમ આ રીતના રહેશે જેમાં કાવ્ય રચના (પોતાના મૌલિક કાવ્યનું પઠન), ચિત્રકળા, એકપાત્રી અભિનય/ મોનોએક્ટીંગ, ગીત- સંગીત (સોલો તેમજ ગૃપ), વાર્તા કથન/ પ્રસંગ પ્રસ્તુતી, ભજન મંડળી જેવી સ્પર્ધાઓ યોજાશે. આ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ: 13 જાન્યુઆરી, 2024 રહેશે.તેમજ રજીસ્ટ્રેશન નીચેની લીંક પરથી કરવાનું રહેશે.Registration link : https://forms.gle/B2d9FbazdWDMW93W9રજીસ્ટ્રેશન કરાવેલા સ્પર્ધકોએ પોતાની કૃતિ અપલોડ કરવાની છેલ્લી તારીખ: 18 જાન્યુઆરી, 2024 રહેશે. મોરબીની વધુને વધુ જનતા આ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ભાજપ- ગુજરાત સાંસ્કૃતિક સેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.