ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટમા અદકેરું સન્માન કરાયુંમોરબી : મોરબી સિરામિક એસોસિએશનમા વર્ષો સુધી પ્રમુખ પદે બિરાજી અનેરું પ્રદાન કરી ઉદ્યોગકારોની સમસ્યાઓનું સચોટ સમાધાન કરનાર વીન્ટેલ ગ્રુપના વડા કે.જી.કુંડારિયાનું ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટમા પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવતા મોરબીના ગૌરવમાં વધારો થયો છે.રાજકોટ ખાતે સરદારધામ દ્વારા ચાર દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટનું આયોજન કરાયું છે ત્યારે મોરબીના વિન્ટેલ સીરેમીક પ્રાઇવેટ લિમિટેડ ગ્રુપના વડા કે. જી. કુંડારીયાનું સરદારધામ દ્વારા પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ આપી GPBS-2024માં બહુમાન કરવામાં આવ્યું છે.નોંધનીય છે કે, આ એવોર્ડ ભારતના સમસ્ત પાટીદારોમાંથી જેમણે ઉદ્યોગમાં વિશિષ્ટ લક્ષ્યાંકો હાંસલ કર્યા હોય તેમને આપવામાં આવે છે. મોરબીના ઉદ્યોગપતિ કે. જી. કુંડારીયાએ સીરેમીક એસોસીએશનના પ્રમુખ તરીકે સુંદર સેવા આપેલ છે. તેઓના કાર્યકાળ દરમ્યાન વાઈબ્રન્ટ સીરામીક એક્ઝીબીશન, મોરબી સીટીમાં પોલીસને સહયોગ માટે સવેઁલન્સ કેમેરા આપવા, પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં મોરબી જીલ્લા ટ્રાફીક ટ્રસ્ટની રચના, ઉદ્યોગકારો માટે જટિલ સી ફોર્મ્સ જેવા પ્રશ્નનો સરકારમાં સુમેળે નિકાલ લાવવો સહિતના સીમાચિહ્નરૂપ કામોને પૂર્ણ કરવામા આવેલ હોય જેને આજે પણ મોરબીના ઉદ્યોગકારો યાદ કરે છે.