આજે પ્રવાસી ભારતીય દિવસ : મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાથી મુંબઈ પરત ફર્યાની યાદમાં ઉજવાય છેઆ દિવસની ઉજવણી થકી વિદેશમાં વસતા ભારતીયોને તેમના મૂળ સાથે જોડવાનો પ્રયાસમોરબી : તા. 09 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસ, એ ભારત દેશના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાનને ચિહ્નિત કરવા માટે ભારતીય પ્રજાસત્તાક દ્વારા 09 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવતો દિવસ છે. પ્રવાસી ભારતીય દિવસનો સંબંધ મહાત્મા ગાંધીજી સાથે છે. આ દિવસ 09 જાન્યુઆરી, 1915ના રોજ મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકાથી મુંબઈ પરત ફર્યાની યાદમાં ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2003માં શરૂ કરવામાં આવી છે. 09 જાન્યુઆરી, 1915ના રોજ શ્રી મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતના મુંબઈ ખાતે પરત આવ્યા હતા. આથી, તેમની યાદમાં ભારત સરકાર દ્વારા દર વર્ષે 09 જાન્યુઆરીના રોજ ‘પ્રવાસી ભારતીય દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ દ્વારા વિદેશમાં વસતા ભારતીયોને તેમના મૂળ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા અને છેવટે વિશ્વભરના ડાયસ્પોરા અને વસાહતી શાસન હેઠળના લોકો અને ભારતના સફળ સ્વતંત્રતા સંગ્રામ માટે પ્રેરણારૂપ બન્યા હતા.ભારતમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શ્રી લક્ષ્મીમલ સિંઘવી સમિતિની ભલામણ અનુસાર કરવામાં આવે છે. શ્રી લક્ષ્મીમલ સિંઘવી સમિતિની ભલામણના આધારે 8 જાન્યુઆરી, 2002ના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતેથી બિહારી વાજપેઈએ 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત ભારતમાં વર્ષ 2003થી દર વર્ષે 9 જાન્યુઆરીના રોજ આ દિવસ ઉજવાય છે. મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવીને સ્વાતંત્ર્ય સંગ્રામનું સફળ નેતૃત્વ કરીને કરોડો ભારતીયોનું હંમેશને માટે જીવન પરિવર્તન કરી નાખ્યું હતું. આથી, મહાત્મા ગાંધીજીને 'સૌથી મહાન પ્રવાસી' માનવામાં આવે છે.