મોરબી : ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા ફન સ્ટ્રીટ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં 150 થી વધુ બહેનોએ આ શેરી રમતમાં ભાગ લઈ પોતાનો ઉત્સાહ દાખવી બાળકો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું.અત્યારના ટેકનોલોજીના સમયમાં પણ આવી શેરી રમતો હજુ ક્યાંય જીવંત છે બસ એમને એક પ્લેટફોર્મની જરૂરિયાત છે એવું મોરબીના દરેક બહેનોએ સાબિત કરી બતાવ્યું હતું. દરેક વિજેતાઓને ક્લબ તરફથી ઈનામો આપવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમ માટે નીલકંઠ સ્કૂલ તેમના પ્રિન્સિપલ જીતભાઈ અને તેમના સ્ટાફ દ્વારા ખૂબ જ સહયોગ આપવામાં આવ્યો હતો. કલબમાથી મયુરીબેન, શોભનાબા, પ્રીતિબેન, નયનાબેન, રંજનાબેન, હીનાબેન, રેખાબેન, કોમલબેન, નીલાબેન, શક્તિબેન અને માલાબેને હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો