માળીયા (મિ.) : મોરબી જિલ્લા કક્ષાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2023-24માં મોટી બરાર મોડેલ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓએ પ્રથમ અને બીજા ક્રમ મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 2023-24નું જિલ્લા કક્ષાનું આયોજન ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી બરાર મોડેલ સ્કૂલની ઝાલા ઉર્વશીબેન ગગજીભાઈ નામની વિદ્યાર્થિનીએ ધોરણ 12માં પ્રથમ ક્રમાંકે તથા વાઘેલા અમિષાબેન દિલિપભાઈએ ધોરણ 10માં દ્વિતીય ક્રમાંકે જિલ્લા કક્ષાએ વિજેતા થઈ મોડેલ સ્કૂલ મોટીબરાર અને પોતાના પરિવારની સંસ્કૃતિની ધરોહર બની નામ રોશન કર્યું છે. રાજ્ય કક્ષાની પરીક્ષામાં પણ પ્રથમ ક્રમાંક મેળવે તેવી શાળા પરિવારે શુભેચ્છા પાઠવી છે.