મોરબી : નવયુગ સ્કૂલમાં KG તથા ધો.1 થી 12ના વિદ્યાર્થીઓના વાલીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રખ્યાત મોટીવેશનલ અને સુપ્રસિદ્ધ કેળવણીકાર એવા નેહલબેન ગઢવી દ્વારા માતા -પિતાને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના વક્તવ્ય દ્વારા વાલીઓને સંબોધવામાં આવ્યા હતા. નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન પી. કાંજીયા તેમજ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળદેવસર સરસાવાડિયા એ હાજરી આપી હતી. આ વાલી સેમિનારમાં બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી હતી.