મોરબી : તાજેતરમાં મોરબીની જ્ઞાનપથ વિદ્યાલયમાં અભ્યાસ કરી ચુકેલા ભુતપુર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું.મોરબીના જ્ઞાનપથ વિદ્યાલયના વર્ષ 2013-14માં ધોરણ 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ શાળા સંચાલકોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં સૌએ અભ્યાસકાળના સંસ્મરણોને વાગોળીને જુની યાદો તાજા કરી હતી અને હાલના વ્યવસાયની એકબીજાને માહિતી આપી હતી.