મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં મહાવીરસિંહ દિલુભા ઝાલાની વાડીએ રહી ખેત મજૂરી કરતો મૂળ મધ્યપ્રદેશના વતની વિજયભાઇ નારાયણભાઇ કટારા ઉ.18 નામનો યુવાન GJ-03-ED-9353 નંબરનું બાઈક લઈને જતો હતો ત્યારે વાડીના રફ રસ્તામાં ખાડાઓ આવતા મોટર સાયકલ ઉપરનો કાબુ ગુમાવતા બાજુના ખેતર ફરતે તાર ફેન્સીંગ માટે લગાવેલ સિમેન્ટના થાંભલા સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.